ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટેની બાંગ્લાદેશની ટીમ

ભારત સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે બાંગ્લાદેશે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. નઝમુલ હસન શાંતો ટીમનો કેપ્ટન રહેશે.

શાકિબ અલ હસનને પણ ટીમમાં તક મળી છે. તેના પર બાંગ્લાદેશમાં હસીના સરકાર સામે દેખાવોમાં ભાગ લેનારા વિદ્યાર્થીની હત્યાનો આરોપ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ હત્યાના આરોપમાં શાકિબ અલ હસનનો બચાવ કર્યો હતો. બોર્ડના પ્રમુખ ફારૂક અહેમદે કહ્યું હતું કે શાકિબ અલ હસન દોષિત સાબિત થાય નહીં ત્યાં સુધી તે બાંગ્લાદેશ માટે રમવાનું ચાલુ રાખશે. અમે તેને ભારતના પ્રવાસે મોકલીશું.

ભારત સામેની શ્રેણી માટે બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની વિજેતા ટીમ મહદ્ અંશે યથાવત રાખી છે. તેમાં કરાયેલા એકમાત્ર ફેરફારમાં શરીફુલ ઈસ્લામની જગ્યાએ ઝાકિર અલીનો સમાવેશ કરાયો છે.

બાંગ્લાદેશની ટીમઃ નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન કુમાર દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહેમૂદ, તસ્કીન અહેમદ, સૈયદ ખાલિદ અહેમદ અને ઝાકર અલી અનિક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *